SIT તપાસ 7 દિવસમાં પુરી ન થઈ શકી, વધુ 10 દિવસનો સમય મળ્યો; સપાએ કહ્યું- કંઈક ગરબડ છે

6 months ago 28

ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતિ સાથે કથિત ગેંગરેપના કેસની તપાસ કરી રહેલી SIT સાત દિવસમાં પણ તપાસ પુરી કરી શકી નથી. SITને આજે રિપોર્ટ સોંપવાનો હતો, પણ હવે સરકારે તેને વધુ 10 દિવસનો સમય આપ્યો છે. SITની ટીમ આજે સતત બીજા દિવસે પીડિતાના ગામે પહોંચી ગઈ છે.

સપા પ્રવક્તાએ તપાસનો સમય વધતા સવાલ ઉઠાવ્યા
હવે આ મુદ્દે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અનુરાગ ભદૌરિયાએ તપાસનો સમય વધારવા અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર કોઈ પણ કામ નક્કી સમયમાં પુરું નથી કરી રહી. સાત દિવસમાં તપાસનો સમય આપવામાં આવ્યો હતો. હવે વધુ 10 દિવસના સમયની માગ કરી રહી છે, જેનો અર્થ છે કે કંઈક તો ગરબડ છે.

100થી વધુ લોકોના નિવેદન નોંધાયા
SIT તપાસ ટીમમાં IAS અધિકારી ભગવાન સ્વરૂપ સિવાય DIG ચંદ્ર પ્રકાશ અને IPS પૂનમ સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે, SITએ પોતાની તપાસ દરમિયાન 100થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે.જેમાં પીડિત પરિવાર સિવાય આરોપીઓ, પોલીસ અને તંત્રના અધિકારીઓના નિવેદન પણ સામેલ છે. આ કેસમાં અન્ય અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી શકે છે. હાથરસના એસપી સહિત 5 પોલીસકર્મી પહેલા જ સસ્પેન્ડ થઈ ચુક્યા છે.

એસઆઈટીએ મંગળવારે એ સ્થળની સમીક્ષા કરી, જ્યાં પીડિતાની લાશને સળગાવાઈ હતી

હાઈકોર્ટમાં 12 ઓક્ટોબરે સુનાવણી થવાની છે
SITની તપાસનો સમય ખાલી જ નથી વધારવામાં આવ્યો, આની પાછળ કારણ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે, SIT હાથરસ કેસમાં PFI કનેક્શન અને આરોપીઓના પક્ષમાં બુલગઢી ગામમાં થઈ રહેલી લામબંધીની તપાસ પણ કરી રહી છે. સરકારે CBI તપાસની પણ ભલામણ કરી છે. પણ અત્યાર સુધી ગૃહમંત્રાલય તરફથી મંજૂરી મળી નથી. આ સાથે જ 12 ઓક્ટોબરે હાઈકોર્ટમાં આ કેસ અંગે સુનાવણી થવાની છે. મંગળવારે જિલ્લા જજના નેતૃત્વમાં ન્યાયિક ટીમે ગામે પહોંચીને તપાસ કરી હતી, જે પોતાનો રિપોર્ટ હાઈકોર્ટમાં મોકલશે.

તપાસ સાથે જોડાયેલા જાણકારોનું માનવું છે કે SIT તપાસ પુરી થવાની માહિતી જો યુપી સરકાર હાઈકોર્ટમાં આપી દેશે તો તેની તપાસ અને શૈલી પર હાઈકોર્ટ ઘણા સવાલ ઉઠાવી કાર્યવાહી કરવાના આદેશ આપી શકે છે. એવામાં તપાસ ચાલું રહેશે અને હાઈકોર્ટ કોઈ સવાલ અથવા કોમેન્ટ કરશે તો SIT તેને પણ તપાસમાં આવરી લેશે.

આપ ધારાસભ્ય કુલદીપ કુમાર પર કેસ
ગેંગરેપ પીડિતાના પરિવારની મુલાકાત કરવા ગયેલા આપના ધારાસભ્ય કુલદીપ કુમાર વિરુદ્ધ પોલીસે મહામારી એક્ટમાં કેસ નોંધ્યો છે. કુલદીપ 29 સપ્ટેમ્બરે કોરોના પોઝિટીવ નોંધાયા હતા. આ અંગે તેમને ટ્વિટ પણ કર્યું હતું. મંગળવારે માહિતી મળતા જ તંત્રએ ગામને સેનેટાઈઝ કરાવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today યોગી સરકારે 29 સપ્ટેમ્બરે SIT બનાવી હતી. સરકારે CBI તપાસની ભલામણ પણ કરી છે.
Read Entire Article