Gujarat Municipal Election 2021 : 6 પાલિકાની ચૂંટણીમાં હાર બાદ અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાં

1 week ago 1
 Ahmedabad, Surat, Rajkot, Bhavnagar city Congress president resigns after defeat in 6 municipal elections

Gujarat Municipal Election 2021 :
રાજ્યમાં છ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ અગ્રેસર છે. ત્યારે કોંગ્રેસના તમામ મહા પાલિકામાં સૂપડાં સાફ થયાં છે. કોંગ્રેસનો રકાસ થવાથી શહેરના પ્રમુખોએ રાજીનામું આપવાની શરૂઆત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં સારુ પ્રદર્શન કર્યું છે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી વધુ ખરાબ થઇ છે. કોંગ્રેસની કારમી હાર બાદ અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરના કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામાં આપ્યા છે.

શશિકાંત પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ

AHMEDABADમાં શશીકાંત પટેલનું રાજીનામું

અમદાવાદમાં ગત ચૂંટણી કરતાં પણ આ વખતે કોંગ્રેસને ખૂબજ ઓછી સીટો મળી છે. ટિકીટ ફાળવણીમાં પણ અમદાવાદમાં કોંગ્રેસમાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજીનામું ધરી દીધું હતું. પરંતુ 2015 કરતાં આ વખતે કોંગ્રેસને અમદાવાદમાં અડધાથી પણ ઓછી સીટો મળી છે. અને પક્ષના દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયાં છે. જેથી શહેર પ્રમુખ શશીકાંત પટેલે રાજીનામું આપ્યું છે.

બાબુભાઇ રાયકા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ

 

SURATમાં બાબુભાઈ રાયકાએ રાજીનામું મોકલ્યું

સુરતમાં બાબુભાઈ રાયકાએ કોંગ્રેસના પરાજયને લઈને રાજીનામું આપ્યું છે. બાબુભાઈ રાયકાએ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે કે સુરતની જનતાના જનાદેશને સ્વીકારીને હું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. ભાજપ પર આક્ષેપ કરતા વોર્ડ 17ના કોંગ્રેસના ઉમેદવાર અને શહેર પ્રમુખ અશોક ડાંગરે કહ્યું કે, અમને પ્રજાનો ચુકાદો શિરોમાન્ય છે, પરંતુ એ નક્કી છે કે ભાજપ સત્તાધારી પક્ષ છે અને તેના દબાણથી જ પરિણામો આવ્યા છે.

અશોક ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ

BHAVNAGARમાં પ્રકાશ વાઘાણીનું રાજીનામું

ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ થતાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું છે. હારની જવાબદારી સ્વીકારી જણાવ્યું છેકે, અણધાર્યા પરિણામથી દુઃખ સાથે ખેદની લાગણી અનુભવું છું. ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નં.5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી મળી છે. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ કરી છે. વોર્ડ નં. 1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે.

The post Gujarat Municipal Election 2021 : 6 પાલિકાની ચૂંટણીમાં હાર બાદ અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાં appeared first on Tv9 Gujarati #1 News Channel.

Read Entire Article