GCS હોસ્પિટલ દ્વારા પ્લાસ્ટિક અને રિકંસ્ટ્રકટીવ સર્જરી માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

6 days ago 1

અમદાવાદ, જીસીએસ હોસ્પિટલદ્વારા 24 થી 27 ફેબ્રુઆરી સુધી પ્લાસ્ટિક સર્જરી અને રિકંસ્ટ્રકટીવ સર્જરી માટે નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત પ્લાસ્ટિક, કોસ્મેટિક અને રિકંસ્ટ્રકટીવ સર્જન – ડો. પ્રમોદ મેનન દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન મળશે.

આ કેમ્પમાં કપાયેલા અંગો, જન્મજાત ખોડખાંપણ તથા દાઝેલા દર્દીઓ, લીપોસકશન, ધમની અને શીરાને (લોહીની નળીઓ) લગતા રોગો, અકસ્માતના દર્દીઓમાં જરૂરી પ્લાસ્ટીક સર્જરી, ફાટેલા હોઠ, તાળવામાં કાણું, કેન્સર (ઓન્કો) રિકંસ્ટ્રકશન સર્જરી, ડાયાબિટીક ફૂટ,

દાઝેલા પછી ચોંટી ગયેલા ગળાની તથા હાથપગની સર્જરી, ચહેરા તથા શરીર પરના સફેદ દાગની સારવાર, શરીરના કપાયેલા ભાગને જોડવાની સર્જરી, બેડોળ અંગોની સર્જરી, વેરીકોસ વેઇનની સર્જરી, મીનીમલ ઇન્વેસીવ (એન્ડોવાસ્ક્યુલર) સારવાર વગેરે માટે દર્દીઓ નિઃશુલ્ક માર્ગદર્શન મેળવી શકશે.

મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને ‘આયુષ્માન ભારત’ યોજનાના કાર્ડધારકો માટે નિઃશુલ્ક ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 93135 67107 / 82008 12833 / 079 6604 8171 પર રજીસ્ટ્રેશન કરાઈ શકે છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે.

જીસીએસ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે નોન-કોવિડ હોસ્પિટલ છે જ્યાં સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે.

શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

Read Entire Article