
વિપ્રોના સ્થાપક અઝિમ પ્રેમજીએ ભારત સરકારને કોવિડ -19 વિરુદ્ધ દેશના મેગા રસીકરણ અભિયાનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે મંજુરી મંજૂરી આપવાની દરખાસ્ત કરી હતી. તેમણે કહ્યું કે જો સરકાર ખાનગી ક્ષેત્ર સાથે જોડાશે તો આગામી 60 દિવસમાં તે લગભગ 50 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી શકે છે.
ભારતના રસીકરણ કાર્યક્રમની પ્રશંસા
બેંગ્લોર ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ દ્વારા આયોજીત સંવાદ સત્રને સંબોધન કરતાં અજીમ પ્રેમજીએ ભારતના રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કોવિડ-19 રસી રેકોર્ડ સમયમાં વિકસાવવામાં આવી છે અને આજે આ રસીનો મોટો હિસ્સો લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. મોદી સરકારે રસીકરણનો ભાર સહન કરવા માટે બજેટમાં 35,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. આ ફાળવણીથી આશરે 50 કરોડ ભારતીયોને રસી આપવામાં મદદ મળશે. સરકારે વ્યકિતના 700 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચનો અંદાજ લગાવ્યો છે. જેમાં રસીનો ખર્ચ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.
60 દિવસમાં 50 કરોડ લોકોને રસી
પ્રેમજીએ નાણાં પ્રધાનને કહ્યું કે એવી સંભાવના છે કે અમે સીરમ સંસ્થાને પ્રતિ ડોઝ આશરે 300 રૂપિયા અને હોસ્પિટલો અને ખાનગી નર્સિંગ હોમ્સને પ્રતિ ડોઝ દીઠ 100 રૂપિયા આપી શકીએ. આવી સ્થિતિમાં પ્રતિ ડોઝ 400 રૂપિયાની સાથે મોટી સંખ્યાને રસી આપી શકાશે. પ્રેમજીના કહેવા પ્રમાણે, જો સરકાર ખાનગી ક્ષેત્રને સાથે રાખે તો દેશ 60 દિવસમાં 50 કરોડ લોકોને આવરી લેવામાં આવે એમ છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ વ્યવહારુ અને મહત્વપૂર્ણ બાબત પણ છે. પ્રેમજીએ ખાનગી ક્ષેત્રમાં સક્રિય ભાગીદારી સાથે રસીકરણના પ્રયત્નોને વેગ આપવા મહિન્દ્રા ગ્રુપના પ્રમુખ આનંદ મહિન્દ્રા સહિતના અન્ય ઉદ્યોગ નેતાઓ સાથે જોડ્યા છે. ઉદ્યોગ લોબીએ રસીકરણ અભિયાનમાં કોર્પોરેટ ક્ષેત્રની “સંપૂર્ણ ભાગીદારી” ની પણ હિમાયત કરી હતી.
વર્ક ફ્રોમ હોમની કરી તારીફ
તેમણે કહ્યું કે કોવિડ -19 ને કારણે લાગુ થયેલા લોકડાઉનનાં પહેલા થોડા અઠવાડિયામાં ટેકનોલોજી ઉદ્યોગમાં 90 ટકા લોકો ઘરેથી કામ કરતા હતા. અને આજે પણ 90 ટકાથી વધુ લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. પ્રેમજીએ કહ્યું કે સરકાર અને આઇટી ઉદ્યોગએ મિશ્રિત મોડેલના ફાયદાઓને કાયમી ધોરણે સ્વીકારી લીધા છે, જ્યાં લોકો રોગચાળાના ગયા પછી પણ ઓફીસ અને ઘર બંને જગ્યાથી કામ કરશે. તેમણે કહ્યું કે, આજે ટેકનોલોજી આપણા માટે જીવનરેખા બની રહી છે. તેમણે લોકોને કોઈ પરોપકારી કાર્યમાં સામેલ થવા અપીલ કરી અને કહ્યું કે પરોપકાર હંમેશા ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ રહ્યો છે.
કોરોના રસી જાહેર-ખાનગી ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ
કાર્યક્રમમાં ઉપસ્થિત નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે, કેન્દ્રિય બજેટ 2021-22 સરકાર વતી ખાનગી ક્ષેત્રને આર્થિક વિકાસ માટે સુવિધા આપવાનું છે. સીતારમણે કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ ઘટક અથવા ઇનપુટ એ ખાનગી ક્ષેત્રની ભાગીદારી છે. જ્યાં સુધી ખાનગી ક્ષેત્ર પૂરતા પ્રમાણમાં સક્રિય નથી, સિવાય કે તેને પૂરતી સુવિધા આપવામાં આવે નહીં, ત્યાં સુધી ભારત એક મોટી તક ગુમાવી રહ્યું છે. નાણાં પ્રધાનના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ રસી જાહેર-ખાનગી ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ હતું.
The post 60 દિવસમાં 50 કરોડ ભારતીયોને કેવી રીતે આપી શકાય કોરોના વેક્સિન? અજીમ પ્રેમજીએ આપ્યો આઈડિયા appeared first on Tv9 Gujarati #1 News Channel.