૨.૯ કરોડ યુવતીઓ અને મહિલાઓ આધુનિક ગુલામી પ્રથાના શિકાર

4 months ago 23(પીટીઆઇ) યુનાઇટેડ નેશન્સ, તા. ૧૦

૨.૯ કરોડ મહિલાઓ અને યુવતીઓ  આધુનિક ગુલામી પ્રથાથી પીડિત છે તેમ યુનાઇટેડ નેશન્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આધુનિક ગુલામી પ્રથામાં બળજબરીપૂર્વક મજૂરી કરાવવી, બળજબરીપૂર્વક લગ્ન કરાવવા, દેવાના બંધન અને ઘરેલુ ગુલામીનો સમાવેશ થાય છે. 

વોક ફ્રી એન્ટી સ્લેવરી ઓર્ગેનાઇઝેશનના સહ સ્થાપક ગ્રેસ ફોરેસ્ટના જણાવ્યા અનુસાર પ્રત્યેક ૧૩૦ મહિલાઓ પૈકી એક મહિલા આધુનિક ગુલામીામાં જીવી રહી છે. જેનો અર્થ થાય છે કે ઓસ્ટ્રેલિયાની વસ્તી કરતા પણ વધારે મહિલાઓ આધુનિક ગુલામી પ્રથામાં જીવન ગુજારી રહી છે. 

ગ્રેસ ફોરેસ્ટના જણાવ્યા અનુસાર આધુનિક ગુલામી પ્રથામાં પોતાના અંગત ફાયદા માટે વ્યકિતની સ્વતંત્રતા છીનવી લે છે. ફોરેસ્ટે વધુમાં જણાવ્યું છે કે વોક ફ્રી, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ વિશ્વમાં દર ૧૩૦ મહિલાએ એક મહિલા આધુનિક ગુલામી પ્રથામાં જીવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન બંને યુનાઇટેડ નેશન્સની એજન્સીઓ છે. 

ફોરેસ્ટના જણાવ્યા અનુસાર આધુનિક સમયમાં ગુલામી પ્રથાનું સ્વરૃપ તદ્દન બદલાઇ ગયું છે. કોરોનાને કારણે અગાઉથી ગુલામી પ્રથાથી પીડિત લોકોની વેદના વધી ગઇ છે. 

ફોેરેસ્ટે વધુમાં જણાવ્યું હતું કે યુએનની એવરી વુમન એવરી ચાઇલ્ડ પ્રોગ્રામ આધુનિક ગુલામી પ્રથા પર અંકુશ મુકવા માટે વૈશ્વિક પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર અભિયાનમાં બાળ અને બળજબરી પૂર્વકના લગ્નનોે અંત લાવવાની વિનંતી કરવામાં આવી છે. હજુ પણ ૧૩૬ દેશોેમાં આ બંને પ્રવૃત્તિઓને અપરાધ ગણવામાં આવતી નથી.


Read Entire Article