હોર્મોન વિનાનું મીટ ખાઓ, બિમારીથી બચો

4 months ago 21


- મીટ ઉત્પાદકોને કોઇના આરોગ્યની નથી પડી હોતી તેમને તો પૈસા કમાવામાંજ રસ હોય છે. જો લેાકો હોર્મોનવાળું મીટ ખાવાની ના પાડશે તો મીટ ઉત્પાદકો પણ હોર્મોનનો ઉપયોગ નહીં કરે

દર વર્ષે અબજો પ્રાણીઓની કતલ થાય છે કેમ કે વિશ્વભરમાં મીટ (માંસ) મોટા પાયે ખવાય છે. ભારતમાં સૌથી વધુ મીટ તેમજ અન્ય એનિમલ પ્રોડક્ટનું ઉત્પાદન પણ થાય છે અને ભારતમાં મીટ ખાનારા પણ વધુ છે. હકીકત એ છે કે ૨૦૧૫-૧૬માં ભારતે ૭ મિલીયન ટન મીટનું ઉત્પાદન કર્યું હતું. આ રીતે ભારત મીટની નિકાસમાં વિશ્વમાં પાંચમા નંબરે આવે છે. આ સમય દરમ્યાન ભારતે ૨૫ ટકા વધુ મીટની નિકાસ કરી હતી તે જોતાં ભારત મીટની નિકાસમાં ચોથા નંબરે આવે છે. દૂધના ઉત્પાદનની વાત કરીએ તો ૨૦૧૫-૧૬માં વિશ્વમાં વપરાતા દૂધ પૈકી ૧૮.૫ ટકા દધ ઉત્પાદન કરીને ભારત દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં નંબર-વન બન્યું છે.

હવે જ્યારે મીટની નિકાસમાં ભારત ચોથા નંબરે છે ત્યારે મીટ સંબંધિત પ્રોડક્ટ જેવીકે ચીઝ,યગહાર્ટ,સોસેજ,નજેટ્સ વગેરે માટે ભારત વિશ્વનું સેન્ટર બની ગયું છે. મીટની નિકાસ જોઇને સરકાર તેને આર્થિક સફળતામાં ખપાવે છે પરંતુ દેશના પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર તેની વિપરીત અસર પડે છે. મીટ અને દૂધનો બિઝનેસ ગ્લેાબલ વોર્મીંગને અસર કરતો હોઇ તે પૃથ્વીના પર્યાવરણનું કચ્ચરઘાણ કાઢી નાખે છે. મોટા પાયે એનિમલ પ્રોડ્ક્ટ બનવાના કારણે લોકોના જાહેર આરોગ્યને નુકશાન થઇ રહ્યું છે અને પર્યાવરણને પણ ગંભીર નુકશાન થઇ રહ્યું છે. ગ્લોબલ વેર્મીગના કારણે જોવા મળતાં સાયકલોન, ચક્રવાત, પાણીની અછત વગેરેના કારણે મૃત્યુ દર વધી રહ્યો છે. ઓેછો હતો ત્યારે તેનું ઉત્પાદન લધુ ઉદ્યોગની કેટેગરીમાં આવતું હતું. ગામડાના લોકો નજીકના જંગલોમાં જઇને પ્રાણીઓને મારી લાવતા હતા અને પોતાના ખોરાક તરીકે વાપરતા હતા. હવે જ્યારે લાખો ટન મીટ અને દૂધના વેચાણ માટે જરૂર પડે છે ત્યારે આ પ્રાણીઓનું ઔધ્યોગિક રીતે ઉત્પાદન થાય છે. આ પ્રાણીઓનું બ્રીડીંગ પણ કોઇ મોટા ઉધ્યોગની રીતે મોટા પાયે થાય છે.

પ્રાણીઓનું બ્રીડીંગ કરનારા પંરપરાગત રીતે નથી કરતા પણ તેમના વેચાણ માટે વધુ બચ્ચાં પેદા થાય તેવું કરે છે. વધુ બચ્ચાં માટે બ્રીડીંગની વિવિધ ટેકનીક અપનાવાય છે. બ્રીડીંગના આ ધંધામાં વિદેશની બ્રિડીંગ ટેકનીકનો ઉપયોગ થાય છે. ભારતનું મોટા ભાગનું મીટ મધ્યપૂર્વના દેશોની કંપનીઓ સાથે મળીને નિકાસ થાય છે. ચીનની કેટલીક કંપનીઓ પણ મીટની નિકાસમાં ભારત સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલી છે.

ભારતમાં મીટનું ઉત્પાદન દર વર્ષે વધી રહ્યું છે. ભારતમાં ૧૯૯૯-૨૦૦૦ના વર્ષમાં બીફની નિકાસ ૦.૩૧ મિલીયન ટનની હતી. ૨૦૧૬માં તે ૧.૫૬ મિલીયન ટન પર પહોંચી ગઇ છે. આજે બીફની નિકાસમાં વિશ્વમાં ત્રીજા નંબરેે આવતું ભારત જ્યારે નંબર વન નિકાસકાર તરફ આગળ વધી  રહ્યું છે ત્યારે નિકાસના આંકડા પણ વધે તે  સ્વભાવિક છે. સરકારના આંકડા બતાવે છે કે ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ દરમ્યાન ભારતમાં પોર્કનું (મટન)ઉત્પાદન ૨૧ ટકા વધ્યું છે.    દર વર્ષે જેમ જેમ પશુ ઉછેરનો ઉદ્યોગ વધતો જાય છે એમ એમ તેમાંથી આધુનિક ટેકનોલોજી મારફતે વધુ ને વધુ નફો મેળવવાની રીત રસમો અજમાવાય છે. જેમાં વધુ પ્રાણીઓ ઉછેેરવા, તેને વધુ ઝડપે મોટા કરવા અને ઓછા સમયમાં તેમાંથી વધુ પૈસા કમાવવા જેવી ટેકનીક અપનાવાય છે.

પ્રાણીઓને મીટ માટે કતલે મોકલતા પહેલાં તેનો ગ્રોથ વહેલો થાય તેવા ખોરાક અપાય છે. જેને ફીડ કન્વર્ઝન  ઓફીશ્યન્સી કહે છે.  એટલેકે મીટ ઉત્પન કરવા તેને કેટલો ખોરાક આપવો તેનું ગણિત. જેમાં ઇનપુટ અને આઉટપુટનો આસાન તર્ક રહેલો છે. આ તર્કના આધારે પ્રાણીને તગડું બનાવવા ખોરાકમાં વિવિધ હોર્મોન્સ અપાય છે. જેથી શક્ય હોય એેટલા ઓછા સમયમાં તેને કતલખાને મોકલીને આવક કરી શકાય.

પ્રાણીઓને ગ્રોથ માટે જે હોર્મોન્સ અપાય છે તે મોટાભાગે બે પ્રકારના હોય છે. ક્લાસીક સ્ટેરોઇડ સેક્સ હોર્મોન જેવાંકે ઓઇસ્ટ્રેડીઓલ17ß, ટેસ્ટેરોન અને પ્રોજેસ્ટરોન કે સિન્થેટીક હોર્મોન્સ. આવા હોર્મેાન્સ પ્રાણીઓને ક્યાંતો મોં વાટે અપાય છે કે બહારથી તેમના શરીરમાં ઇન્જ્ેક્ટ કરાય છે. આવા હર્મોન્સ આપતી વખતે કોઇ એ નથી વિચારતું કે મીટ ખાતા ગ્રાહકોના આરોગ્ય પર તેની શી અસર થશે?

પશુઓના ઉછેરમાં હોર્મોન્સ વાપરવાની શરૂઆત ૧૯૫૦ના દાયકામાં થઇ હતી. ત્યારે અમેરિકા અને યુ.કેમાં પશુઓને DES (diethylstilboestrol) and hexoestrol  અપાતા હતા. મીટ વેચનારાઓને ત્યારે ખ્યાલ આવ્યો હતો કે હોર્મોન્સ વાપરવાથી પ્રાણીનું વજન ૧૦થી ૧૫ ટકા વધે છે. આમ હોર્મોન્સનો વપરાશ કોમન બની ગયો હતો. હોર્મોન યુક્ત મીટ ખાવાથી દેશના લોકોના આરોગ્ય પર શી અસર  થશ તે વિચાર્યા વગરે ભારતના વેપીરીઓેએ પણ અમેરિકાની સિસ્ટમ અપનાવી લીધી હતી.

હાલમાં સૌથી કોમન વપરાતું હોર્મોન MGA (melengestrol acetate ) છે. જે પ્રાણીનો ખોરાક ઘટાડે છે અને વજન વધારે છે તેમજ તેની મેન્સ્ટ્રૂએશન સાઇકલ પર પ્રેશર વધારે છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંસોધનકારો ટી.જે.સ્મિથ અને કે.ઇ નેચમેને ઉંદરોને MGA આપીને કરેલા પ્રયોગો અનુસાર સસ્તન પ્રાણીઓમાં કેન્સરની નિશાની હાયપરપ્લાસીયા જોવા મળતી હતી. તમે કોઇ ગાયનેકલોજીસ્ટને પૂછશો તો કહશે કે ભારતની હજારો યુવતીઓના ગર્ભાશયમાં એન્ટોમેટ્રોસીસ અને સાયટ્સ જોવા મળે છે. આ સમસ્યા કેવી રીતે આવી? આવા સંશોધનો થયા પછી પણ MGA નો વપરાશ ચાલુ રહ્યો છે.

પ્રાણીઓના ઝડપી ઉછેર માટે વપરાતા અન્ય એક  હોર્મેનનું નામ ઝેરાનોલ છે. તે સિન્થેટીક નોન સ્ટીરોઇડલ ઓઇસ્ટ્રોજન છે. પ્રાણીઓના ગ્રોથ પ્રમોટર તરીકેના વપરાશને અમેરિકા અને કેનેડાએ એપ્રૂવ કર્યો છે જ્યારે યુરોપીયન દેશોમાં તેના પર પ્રતિબંધ છે. બ્રેસ્ટ કેન્સર માટેના જવાબદાર કેન્સર સેલ્સમાં ઝેરાનોલ વધારો કરે છે. ઝેેરાનોલવાળું મીટ ખાવાથી બ્રેસ્ટ કેન્સર વાળાને જોખમ વધી શકે છે.

Diethylstilbestrol (DES) તરીકે ઓળખાતા  સિન્થેટીક,નોન સ્ટીરોઇડલ ઓઇસ્ટ્રોજન આજે પણ અનેક કંપનીઓ ગ્રોથ પ્રમોટર તરીકે વાપરે છે. જો કે વિવધિ સંશોધનો પ્રમાણે તે ગર્ભના વિકાસને ્અટકાવે છે. ક્યાંતો બાળક ખોડ વાળું જન્મે છે કે પ્રેગનન્સીનેજ રોકી દે છે. ૧૯૭૯થી તેના પર અમેરિકામાં પ્રતિબંધ છે. યુરાપના દેશોએ ૧૯૮૧માં પ્રતિબંંધ મુક્યો છે જ્યારે ભારતમાં તે હજુ વપરાય છે. Trenbolone acetate (TBA) એ પણ સિન્થેટીક સ્ટીરોઇડ છે. તે પણ પ્રાણીઓનું વજન વધારવા વપરાય છે. ક્યાં તો તે એકલુંજ અપાય છે કે પછી ઓઇસ્ટ્રોજન અને અન્ય કેમિકલ્સ સાથે વપરાય છે.

આ હેર્મોન્સ જ્યારે પ્રાણીના શરીરમાં આપવામાં આવે છે ત્યારે તે કેટલાક સમય માટે પ્રાણીના ટિસ્યુમાં રહે છે. જ્યારે માણસ તેનું માંસ ખાય છે ત્યારે તે હોર્મેન પણ તેના શરીરમાં પ્રવેશે છે. મીટ ઉત્પાદકોને કોઇના આરોગ્યની નથી પડી હોતી તેમને તો પૈસા કમાવવમાંજ રસ હોય છે. જો લેાકો હોર્મોનવાળું મીટ ખાવાની ના પાડશે તો મીટ ઉત્પાદકો પણ હોર્મોેનનો ઉપયોગ નહીં કરે.

યુરોપના લોકો એ હોર્મોન વિનાના મીટની માગણી કડક કરતાં ત્યાંના મીટ ઉત્પદકો હોર્મોનનો ઉપયોગ કરતાં બંધ થયા છે. ભારતમાં પણ આવું થઇ શકે છે. આ દરમ્યાન સરકારના FSSAI (Food Safety and Standards Authority of IndiaI) પર પ્રેશર લાવો.

Read Entire Article