સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ડિજિટલ ડેબ્યુ કરશે

4 months ago 22


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.10 ઓકટોબર 2020, શનિવાર

અમિતાભ બચ્ચન રવિવારે ૧૧ ઓકટોબરના રોજ ૭૮ વરસના થશે. આ વખતે તેઓ પોતાનો જન્મદિવસ ધામધૂમથી ન ઊજવતા ફક્ત પરિવારજનો સાથે જ મનાવશે. આ ઉપરાંત તેઓ કેબીસીનું પણ શૂટિંગ કરશે.અમિતાભ આ વયે પણ હજી ફિલ્મો સતત સાઇન કરી રહ્યા છે, એટલું ઓછું હોય તેમ હવે સમાચાર છે કે તેઓ ડિજિટલ ડેબ્યુ પણ કરવાના છે. 

મળેલા રિપોર્ટના અનુસાર, અમિતાભ લદી જ એપલ ટીવીની વેબ સીરીઝ શાંતારામમાં જોવા મળશે. આ સીરીઝમાં રાધિકા આપ્ટે અન ેચાર્લી હન્નમ પણ કામ કરવાના છે. ગ્રેગરી ડેવિડ રોબર્ટસ દ્વારા લખવામાં આવેલ નવલકથા શાંતારામને પડદા પર ઉતારવા માટે છેલ્લા ૧૭ વરસથી  પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

કહેવાય છે કે, આ વેબ સીરીઝમાં બિગ બી એક અપરાધીનું પાત્ર ભજવતા જોવા મળષે. જેનું નામ ખદર ખાન છે. આ એક એવી વ્યક્તિની વાર્તા છે જે ઓસ્ટ્રેલિયાથી ભાગીને મુંબઇ આવે છે અને ફુંપડપટ્ટીઓમાં રહીને પોતાની નવી જિંદગી  શરૂ કરે છે. 

આ વેબ સીરીઝને ૨૦૨૧થી શરૂ કરવામાં આવશે. જેનું શૂટિંગ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં કરવાની મેકર્સની ઇચ્છા છે. આ સીરીઝને ૨૦૨૦માં જ શૂટિંગ કરવાની યોજના હતી પરંતુ કોરોના વાયરસને કારણે આ શક્ય બન્યુ ંનહીં. 

આ સીરીઝમાં ક્લાસિક બોમ્બે દર્શાવામાં આવશે. તેથી સ્થાનિક ટીમ જોખમવાળા એરિયાની શોધમાં છે. સેટ પર શૂટિંગ કરવાની બદલે સડક પર જ શૂટિંગ કરવાની યોજના બની રહી છે. 

૨૦૦૭માં મીરા નાયરે આના પર કામ શરૂ કર્યું હતું જેમાં જોની ડેપ કામ કરવાનો હતો. અમિતાભ પણ આ પ્રોજેકટનો મુખ્ય હિસ્સો હતા પરંતુ કોઇ કારણોસર આ પ્રોજેકટને બંધ કરવો પડયો હતો. હવે એક દસકાથી પણ વધુ સમય વિત્યા પછી જસ્ટિન કુરજેલે આ પ્રોજેક્ટ પર ફરી કામ શરૂ કર્યું છે. 

Read Entire Article