શહેર કરતા વધુ સુવિધાઓ ધરાવતુ ભાભર તાલુકાનુ સુથારનેસડી પ્રેરણાદાયી ગામ

6 days ago 1

લાયબ્રેરી, ઓવરબ્રિજ, ફૂટપાથ, સીસીટીવી કેમેરા અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા ધરાવતું સુથાર નેસડી ગામ આકર્ષણનું કેન્દ્ર બન્યું
વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રીના હસ્તે ૧૫ લાખના વિકાસ કામોનું લોકાર્પણ થયું હતું

રખેવાળ ન્યુઝ ભાભર

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાનુ સુથારનેસડી ગામ શહેર ને શરમાવે તેવી આધુનિક સુવિધા ધરાવતું ગુજરાતનું અનોખું ગામ બન્યું છે. ગામમાં ૨૦ લાખનાં ખર્ચે સુવિધાઓ ધરાવતી લાયબ્રેરી બની છે. જેમાં એર કન્ડિશન, વિશાળ બગીચો, સીસીટીવી કેમેરા,૧૧૦ બેચ ધરાવતી રૂપિયા ૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલ વિવેકાનંદ પુસ્તકાલય નામની લાયબ્રેરી આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાં અત્યારે સુથાર નેસડી સહિત આજુબાજુના ૧૧ ગામોનાં એજ્યુકેશન કરેલા ૫૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરવા માટે આવે છે. આ વિવેકાનંદ પુસ્તકાલય માં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

સુથાર નેસડી ગામ ૪૦૦૦ ની પંચરંગી વસ્તી ધરાવતું જેમાં ઠાકોર, માળી, દલિત, પ્રજાપતિ, રબારી સમાજની વોટબેંક વધુ છે. પરંતુ માજી સરપંચ સ્વ. ચેહરાભાઈ લક્ષ્મણભાઈ સુથાર પરિવાર માત્ર ૧૭ વોટ ધરાવતું નાનું કુટુંબ છે. ગત ટર્મમાં સુથાર પરિવાર માંથી મહિલા સરપંચ તરીકે હિનાબેન ભરતભાઈ સુથાર ચૂંટણીમાં ચુંટાઈ આવ્યા હતા. ગ્રામ પંચાયત નું સુકાન સંભાળ્યું છે. પંચાયત દ્વારા વર્ષ ૨૦૧૭ માં અંદાજે ૧૫ લાખનાં વિકાસ કામો થયા હતા. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર,પીક અપ સ્ટેશન, ગામમાં જવાના મુખ્ય રસ્તાનું લોકાપર્ણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોના સુખાકારી માટે સરપંચ દ્વારા લોક ભાગીદારીથી ગામની સુવિધાઓમાં વધારો કરવા માટે ભવ્ય ત્રણ પ્રવેશદ્વાર રૂપિયા ૬.૫૦ લાખનાં ખર્ચે બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં એક ગ્રામપંચાયત ના વિકાસ કામોનું લોકાર્પણ માટે ખુદ મુખ્યમંત્રી આવે તેવું ગામ હોય તો સુથાર નેસડી છે.આમ ભાભર તાલુકાનુ સુથારનેસડી ગામ શહેરની સુવિધાઓને ઝાંખી પાડે અને અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે.

આ બાબતે પંચાયત સરપંચનો વહિવટ ચલાવતા દિનેશભાઈ સુથારે જણાવ્યું હતું કે ચાર વર્ષમાં અન્ય ગ્રામપંચાયતો કરતા વધુ અનેક લોકહિતના વિકાસ કામો થયા છે.અને એક વર્ષ બાકી છે. હવે ગામમાં ભવ્ય જીમ બનાવી તેમાં તમામ રમતો રમી શકાય તેવું મોટું મેદાન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. અમારા ગામમાં આજુબાજુના ગામોમાંથી આશરે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ જેઓ પીએસઆઇ અને અન્ય સરકારી નોકરીની તૈયારી કરતા વિધાર્થીઓ માટે તમામ જાતની સુવિધાઓ જેવી કે પુસ્તકાલય, ગ્રાઉન્ડ, મોટીવેશન, પ્રોગ્રામો જે સરપંચ ના સ્વખર્ચે કરવામાં આવે છે.કોઈ પ્રકારની ચાર્જ લેવામાં આવતો નથી અને ૧૧ ગામોનાં વિધાર્થીઓ ભાગ લેવા માટે આવે છે.

ભાભર તાલુકાના સુથાર નેસડી ગામમાં આવેલી આધુનિક સુવિધાઓ ધરાવતી વિવેકાનંદ પુસ્તકાલય નામની લાયબ્રેરી માં અત્યારે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ વાંચન માટે આવે છે. દર મહિને ૩૦ હજાર જેટલો ખર્ચ થાય છે તે ખદ સરપંચ આપે છે.

The post શહેર કરતા વધુ સુવિધાઓ ધરાવતુ ભાભર તાલુકાનુ સુથારનેસડી પ્રેરણાદાયી ગામ appeared first on Rakhewal Daily.

Read Entire Article