લાલ કિલ્લા કેસનો વોન્ટેડ આરોપી લખવા સિધાના ખેડૂત મહાપંચાયતમાં સ્ટેજ પર દેખાયો

1 day ago 1


નવી દિલ્હી, તા. 23. ફેબ્રુઆરી, 2021 મંગળવાર

નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી દરમિયાન હિંસા થઈ હતી.જેમાં આંદોલનકારીઓએ લાલ કિલ્લા પર પણ પોતાનો ધ્વજ ફરકાવી દીધો હતો.

આ મામલામાં વોન્ટેડ આરોપી લખ્વા સિધાનાને પોલીસ શોધી રહી છે અને તેના પર એક લાખ રુપિયાનુ ઈનામ જાહેર કરાયુ છે ત્યારે પંજાબમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન લખવા મંચ પર પહોંચી ગયો હતો.

મહાપંચાયત જ્યાં યોજાઈ રહી છે તે સ્થળે મોટી સંખ્યામાં પોલીસની પણ હાજરી છે.લાલ કિલ્લાના કેસમાં આજે પોલીસે બીજા બે આરોપીઓની પણ ધરપકડ કરી છે.લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાના કેસમાં સૂત્રધાર દિપ સિધ્ધુને પોલીસ પકડી ચુકી છે.જોકે લખવા સિધાના હજી પોલીસની પકડની બહાર છે પણ હવે જાહેરમાં મંચ પર તેણે હાજરી આપીને દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો છે.

આ પહેલા પણ લખવા નિવેદન આપી ચુક્યો છે કે, પોલીસની તાકાત હોય તો મારી ધરપકડ કરી બતાવે.

Read Entire Article