રાપરના સઇ ગામે પતિએ કરી પત્નીની હત્યા,પોલીસમાં દોડધામ
2 months ago
23
ભુજ : વાગડમાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે,રાપર તાલુકાના સઇ ગામે ખુદ પતિએ જ પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી હોવાના બનાવે ભારે ચર્ચા જગાવી છે,પતિએ પત્નીને ગળેટુંપો આપી બનાવને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળતા રાપર પોલીસની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ છે સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,રાપર તાલુકાના સઈ ગામની વાડીમાં ખેતમજૂરી કરીને રહેતાં દિનેશ છગનભાઈ ભુત (કોળી)એ તેની પત્ની ગલાલબેનને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હોવાનું જાણવા મળ્યું છે,આ દંપતિના લગ્નનો સમયગાળો દસ વર્ષનો છે અને સંતાનમાં બે પુત્રો છે. હત્યાનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે બનાવની જાણ થતાં રાપર પોલીસની ટીમે ઘટનાસ્થળ પર દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.