રસી લેનારા ૪ વોલિયન્ટર્સના ચહેરા ઉપર લકવાના લક્ષણ

2 months ago 28

ફાઈઝર બાયોએનટેકેની રસીની આડ અસર થઈ હોવાને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમર્થન

નવી દિલ્હી, યુકેમાં કોરોનાની રસીના અભિયાનના પ્રારંભ પૂર્વ જ વિધ્ન આવ્યું છે. મળતી માહિતી મુજબ યુકેમાં સ્વયંસવેકોને કોરોનાની રસી આપવાના ટ્રાયલ્યમાં ચાર વોલન્ટિયર્સને ચહેરા પર લકવાના લક્ષણો મળી આવ્યા છે. યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસટ્રેશન (યુએસએફડીએ) નિયામકે પુષ્ટિ કરતા જણાવ્યું કે, ચાર વોલન્ટિયર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી અને તેમને બેલ્સ પાલ્સી (ચહેરા પર એકતરફ લકવો)ના લક્ષણો જણાયા છે. ડ્રગ રેગ્યુલેટરે વધુમાં જણાવ્યું હતું કે, શા માટે આવું થયું છે તેના કારણો મળ્યા નથી.

યુએસએફડીએએ ડોક્ટર્સને ચારેય સ્વયંસેવકોને થયેલી સાઈડ ઈફેક્ટની અસરો પર સતત નજર રાખવા જણાવ્યું છે. અગાઉ ફાઈઝરના સીઈઓ અલ્બર્ટ બોઉર્લાએ વેક્સીનની અસરકારકતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુકેમાં ટ્રાયલ્સમાં સ્વયંસેવકોને થયેલી સાઈડઅસરને લઈને હવે રસીકરણ સામે પણ પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ રસી વિકસાવવાની કામગીરી સાથે સંકળાયેલા સંશોધકોએ પણ રસીના ટ્રાયલ્સમાં એ તારણ નથી કાઢ્યું કે આ રસી કોરોના સંક્રમણને કેવી રીતે અટકાવી શકશે.

ઉલ્લેખનીય છે કે ફાઈઝર અને બાયોએનટેકની કોરોનાની રસીને મંજૂરી આપનાર યુકે વિશ્વમાં સૌપ્રથમ દેશ બન્યો હતો. યુકે ડ્રગ રેગ્યુલેટરે આ રસીને ઈમર્જન્સી મંજૂરી આપી હતી.SSS

Read Entire Article