મુંબઈના ભૂતિયા બંગલા પાછળ બે સુપરસ્ટાર્સ દિવાના હતા

6 days ago 1

મુંબઈ: ફિલ્મી દુનિયામાં એવા ઘણા કિસ્સા છે, જેમાં અંધવિશ્વાસ જાેડાયેલો છે. એવા ઘણા સેલિબ્રિટીઝ છે, જે અંધવિશ્વાસને માને છે અને તે મુજબ જ બધું કામ કરે છે. પછી વીંટી પહેરવાની વાત હોય કે નામના અક્ષર બદલવાની. સેલિબ્રિટીઝના જીવન સાથે જાેડાયેલો એક આવો જ કિસ્સો છે ‘ભૂતિયા બંગલા’નો. મુંબઈના કાર્ટર રોડ પર આવેલો એ બંગલો, જેની પાછળ બે સુપરસ્ટાર્સ દિવાના થઈ ગયા હતા. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ ભૂતિયા બંગલાએ જ એ બંનેનું નસીબ ચમકાવી દીધું હતું.

આ બે સુપરસ્ટાર્સ હતા રાજેન્દ્ર કુમાર અને રાજેશ ખન્ના. વાત એ દિવસોની છે કે જ્યારે રાજેન્દ્ર કુમાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરનારા રાજેન્દ્ર કુમાર બોલિવુડના ‘જ્યુબિલી કુમાર’ કહેવાતા હતા. એવું એટલા માટે કે તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ૨૫ સપ્તાહ તો ચાલતી જ હતી. એ કોઈ સામાન્ય વાત ન હતી. તેમની ઓછામાં ઓછી છ-સાત ફિલ્મો એવી રહી છે,

જેણે થિયેટર્સમાં ૨૫ સપ્તાહ સુધી દર્શકોને આકર્ષ્યા હતા. તેની પાછળ તેમી મહેનત તો હતી જ, સાથે જ એક અંધવિશ્વાસ પણ જાેડાયેલો હતો. ઈન્ડસ્ટ્રીમાં ૬૦થી ૭૦ના દાયકામાં રાજેન્દ્ર કુમારનો ડંકો વાગતો હતો. ૧૯૪૯માં બોલિવુડમાં ડેબ્યુ કરનારા રાજેન્દ્ર કુમારે ૧૯૫૫માં પહેલી વખત લીડ રોડ કર્યો. ‘મધર ઈન્ડિયા’, ‘ઘર સંસાર’, ‘કાનૂન’, ‘ધર્મપુત્ર’ જેવી ફિલ્મોએ તેમને સ્ટાર બનાવી દીધા હતા.

પરંતુ, હજુ પણ રાજેન્દ્ર કુમાર સુપરસ્ટાર બનવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. બીજી તરફ, પરિવાર માટે તેમને એક મોટું ઘર જાેઈતું હતું. જેની શોધ તેમને કાર્ટર રોડ પહોંચાડ્યા. ત્યાં એક બંગલાએ રાજેન્દ્ર કુમારનું મન મોહી લીધું. પરંતુ, બંગલો ઘણો મોંઘો હતો. સાથે જ ઘણા લોકોએ એવું પણ કહ્યું કે, આ બંગલો ભૂતિયા છે. તેમાંથી વિચિત્ર અવાજાે આવે છે. રાજેન્દ્ર કુમારની પાસે એ બંગલાને ખરીદવાને લાયક રૂપિયા ન હતા. પરંતુ, દરિયા કિનારે બંગલો જાેયા બાદ તેમણે કોઈની વાત ન સાંભળી અને જેમ-તેમ તેમણે બંગલો ખરીદી લીધો. પોતાની દીકરીના નામ પર બંગલાનું નામ ‘ડિમ્પલ’ રાખ્યું. આ બંગલો રાજેન્દ્ર કુમાર માટે ગુડલક સાબિત થયો. તેમના કરિયરમાં આશ્ચર્યજનક ઉછાળો આવ્યો.

Read Entire Article