બોલીવૂડ હસ્તીઓ પર દરોડાઃ રૂ.300-કરોડની ટેક્સ-ચોરીની જાણ

1 month ago 3

મુંબઈઃ બોલીવૂડ નિર્માતા અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નૂ સહિતની બોલીવૂડ હસ્તીઓ પર આવકવેરા વિભાગે બે દિવસમાં પાડેલા દરોડા અંગે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. એમાં જણાવાયું છે કે દરોડામાં રૂ. 300 કરોડની રકમની અઘોષિત, શંકાસ્પદ આવકની જાણ થઈ છે. ફિલ્મ પ્રોડક્શન કંપનીના અધિકારીઓ આ આવક વિશે જવાબ આપી શક્યા નથી.

આવકવેરા વિભાગના સૂત્રોનું કહેવું છે કે દરોડા દરમિયાન અમુક લોકર્સ જાણમાં આવ્યા છે અને આવકવેરા વિભાગે તે સીલ કરાવી દીધા છે. તાપસી પન્નૂનાં નામ પર પાંચ કરોડની રોકડ રસીદ જપ્ત કરવામાં આવી છે. એની તપાસ ચાલુ છે. આ ઉપરાંત રૂ. 20 કરોડની બોગસ લેવડદેવડ થયાનું પણ માલૂમ પડ્યું છે. કશ્યપ સહિત 4 ફિલ્મ નિર્માતાઓ, તાપસી પન્નૂ તથા બે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીઓની મુંબઈસ્થિત ઓફિસો ખાતે દરોડા પાડવામાં આવ્યા છે તેમજ પુણે, દિલ્હી અને હૈદરાબાદમાં પણ ઝડતીની કાર્યવાહી કરાઈ છે.

Read Entire Article