પ્રાંતિજ ખાતે પણ ભાજપ કાર્યકરો દ્વારા છ મહાનગરપાલિકાઓમાં થયેલ ભાજપની ભવ્ય જીત

1 week ago 1

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ છ મહાનગરપાલિકા ઓમાં ભાજપનો ભવ્ય વિજય થતાં પ્રાંતિજ ખાતે પણ  ભાજપ કાર્યકરો દ્વારા ઢોલ નગારાં સાથે  આતશબાજી કરવામાં આવી હતી  .

પ્રાંતિજ ભાજપ શહેર મંડળ તથા તાલુકા ભાજપ શહેર મંડળ દ્વારા પ્રાંતિજ ભાંખરીયા બસ સ્ટેશન ખાતે એકઠાં થઈને અમદાવાદ , વડોદરા , રાજકોટ, ભાવનગર, સુરત, જામનગર સહિતની છ મહાનગરપાલિકાઓમાં થયેલ ભાજપનો ભવ્ય વિજયને લઇને ભાજપ કાર્યકરો ભેગાં થઈને જીત ગયા.

ભાઇ જીત ગયા ભાજપ વાલા જીત ગયા અને જયશ્રી રામના  નારાં બોલાવી ભાજપ કાર્યકરોએ એક બીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કર્યું હતું અને એક બીજાને શુભકામના આપીને ઢોલ નગારાં સાથે  ફટાકડા ફોડી આતશબાજી કરી જીત ની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

જયારે આ પ્રસંગે પ્રાંતિજનગર પાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ  , તાલુકા શહેર પ્રમુખ બળવંતભાઇ પટેલ, નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર  , નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ કિંમતાણી, નગરપાલિકા કોર્પોરેટ દિપકભાઇ રાવળ સહિત  નગરપાલિકાકોર્પોરેટરો તથા પ્રાંતિજ સહિત તાલુકામાંથી ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં  .

Read Entire Article