પેટ્રોલ ડિઝલના ભાવમાં ભડકા માટે પેટ્રોલિયમ મંત્રીએ આપ્યુ આવુ કારણ

5 days ago 1

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2021, મંગળવાર

દેશમાં પેટ્રોલ અને ડિઝલના વધતા જતા ભાવથી સામાન્ય માણસની કમર તુટી રહી છે.કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વધતા ભાવ  પાછળનુ કારણ આપ્યુ હતુ.

તેમનુ કહેવુ હતુ કે, આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધવાના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમત વધી રહી છે.કોરોના વાયરસના કારણે પણ સપ્લાયમાં કાપ મુકાયો હતો અને તેની અસર તેલા ઉત્પાદન પર પણ પડી છે.અમે જીએસટી કાઉન્સિલને સતત પેટ્રોલિયમ પ્રોડક્ટસને જીએસટી હેઠળ આવરી લેવા માટે અપીલ કરી રહ્યા છે.જો આ નિર્ણય લેવાશે તો લોકોને તેનો ફાયદો થશે.

સોનિયા ગાંધી દ્વારા પીએમ મોદીને પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવા માટે લખાયેલા પત્ર અંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતુ કે, સોનિયાજીને ખબર હોવી જોઈએ કે, પેટ્રોલ પર સૌથી વધારે ડ્યુટી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં છે.લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારોની આવકમાં ભારે ઘટાડો થયોહતો.હવે નોકરીઓ વધારવા માટે સરકાર વિવિધ સેક્ટર માટે બજેટમાં મોટી રકમ ફાળવી રહી છે.

Read Entire Article