દેશના રહેવાલાયક શ્રેષ્ઠ શહેરોની યાદીમાં અમદાવાદ, સુરત અને વડોદરા ટોપ ટેનમાં, જાણો ક્રમાંક

1 month ago 1

અમદાવાદ, તા. 4 માર્ચ 2021, ગુરુવાર

ભારત સરકારના કેન્દ્રિય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા ગુરુવારે ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ રેન્કિંગ્સ -2020 જાહેર કરવામાં આવ્યો છે. ઈઝ ઓફ લિવિંગ એટલે કે દેશના સૌથી શ્રેષ્ઠ રહેવા લાયક શહેરોની યાદી. 10 લાખ કરતા વધારે વસતી ધરાવતા અને 10 લાખ કરતા છી વસતી ધરાવતા એમ બે પ્રકારના શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે.

આ યાદીની ખાસ વાત એ છે કે તેની અંદર ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ ટોપ 10મા કરવામાં આવ્યો છે. તો એક આશ્ચર્યની વાત એ પણ છે કે દેશની રાજધાનીને રહેવાલાયક શ્રેષ્ઠ શહેરોની યાદીમાં છેક 13મુ સ્થાન મળ્યું છે. 10 લાખ કરતા વધારે વસતી ધરાવતા શ્રેષ્ઠ રહેવાલાયક શહેરોની યાદીમાં બેંગલોર સૌથી મોખરે છે. જ્યારે 10 લાખ કરતા છી વસતી ધરાવતા શહેરોમાં શિમલા પહેલા નંબર પર છે.


ગુજરાતના શહેરોની વાત કરે તો 10 લાખ કરતા વધારે વસતી ધરાવતા દેશના શ્રેષ્ઠ રહેવાલાયક ટોપ ટેન શહેરોમાં અમદાવાદ શહેરને ત્રીજુ સ્થાન મળ્યું છે. જ્યારે સુરત પાંચમા અને વડોદરા શહેર આ યાદીમાં આઠમા ક્રમે છે.

ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં દેશના કુલ 111 શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. જેમને બે કેટેગરીમાં વહેંચવામાં વ્યા છે. પહેલી કેટેગરી છે 10 લાખ કરતા વધારે વસતી ધરાવતા શહેરો અને બીજી કેટેગરી છે 10 લાખ કરતા ઓછી વસતી ધરાવતા શહેર. તેમાં 49 શહેર 10 લાખથી વધારે વસતીવાળા છે અને 62 શહેર 10 લાખથી ઓછી વસતી વાળા છે.

આ શહેરોનું રેંકિંગ ત્યાં થયેલા વિકાસ કામો અને તે વિકાસ કામોની લોકોના જીવનધોરણ પર થયેલી અસરના આધારે કરવામાં આવે છે. સાથે જ લોકોના જીવનધોરણની ગુણવત્તાનો આધાર પણ લેવામાં આવે છે.

 

10 લાખ કરતા વધારે વસતી ધરાવતા શહેરો

શહેર

સ્કોર

બેંગલુરુ

 66.70

પુણે

66.27

અમદાવાદ

 64.87

ચેન્નાઈ

 62.61

સુરત

61.73

નવી મુંબઈ

61.60

કોઈમ્બતુર

 59.72

વડોદરા

59.24

ઇન્દોર

58.58

ગ્રેટર મુંબઇ

58.23

 

10 લાખ કરતા ઓછી વસતી ધરાવતા શહેરો

શહેર

સ્કોર

સિમલા

60.90

ભુવનેશ્વર

 59.85

સિલ્વાસા

58.43

કાકીનાદા

56.84

સાલેમ

56.40

વેલોર

 56.38

ગાંધીનગર

 56.25

ગુરુગ્રામ

56.00

દવાંગેરે

55.25

તિરુચિરાપલ્લી

 55.24

 

Read Entire Article