દાઢીની લંબાઇ વધી તેમ તેમ GDPનો ગ્રાફ નીચે ગયો : થરૂર

1 month ago 2

નવીદિલ્હી: કેન્દ્રીય સંસદીય અને વિદેશ રાજયમંત્રી વી મુકલીધરને પૂર્વ વિદેશ રાજયમંત્રી અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાઢીની મજાક ઉડાવવા પર તેમની ટીકા કરી છે મુરલીધરને ટ્‌વીટ કરી કહ્યું કે તાકિદે ઠીક થઇ જશે શશિ થરૂર.હું આયુષ્માન ભારતની હેઠળ હોસ્પિટલમાં તમારી વ્યવસ્થા કરાવી દઇશ પોતાની બીમારીથી તાકિદે ઠીક થઇ જાવ

તેના પર શશિ થરૂરે પલટવાર કર્યો કે સંધિયોમાં હાસ્ય બોધ ન હોવી એક જુની સમસ્યા છે તેમણે ટ્‌વીટ કર્યું હું આશ્વસ્ત છું કે મારી જે પણ બીમારી છે તેની સારવાર સંભવ છે પરંતુ તમારા જેવા સંધિયોમાં હાસ્ય બોધ ન હોવો એક જુની બીમારી છે અને તેના માટે આયુષ્માન ભારત હેઠળ પણ કોઇ સારવાર નથી

એ યાદ રહે કે બંન્ને રાજનેતા કેરલથી છે જયાં વિધાનસભા ચુંટણી છે બે દિવસ પહેલા શશિ થરૂરે ટિ્‌વટર પર એક મીમ સંયુકત કરી હતી જેના એક ગ્રાફમાં દેશના ઘટતા જીડીપીના આંકડા બતાવવામાં આવ્યા હતાં તો મીમમાં એક અન્ય તસવીર હતી જેમાં બતાવવામાં આવ્યું હતું કે જેમ જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાઢીની લંબાઇ વધતી ગઇ તેમ તેમ જીડીપીનો ગ્રાફ ઘટતો ગયો થરરે આ મીમને સંયુકત કરતા લખ્યું હતું કે તેને કહેવાય ગ્રાફિક ઇલેસ્ટ્રેશનનું મહત્વ.

થરૂરે જીડીપીનો જે ગ્રાફ સંયુકત કર્યો છે તે વર્ષ ૨૦૧૭થી લઇ ૨૦૧૯ સુધીનો છે એટલે કે કોરોના કાળ પહેલાનો છે જયારે વડાપ્રધાન મોદીની દાઢી કોરોના કાળમાં વધી છે કોરોના કાળમાં તો જીડીપી સતત બે વાર માઇનસમાં આવી ચુકી છે જાે કે હવે તે પ્લસાં આવી ચુકી છે.

Read Entire Article