ટૂલ કિટ કેસમાં એક્ટિવિસ્ટ દિશા રવિને કોર્ટે જામીન આપ્યા, એક લાખ ભરવા હુકમ

1 day ago 1

વી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2021, મંગળવાર

દેશમાં ચકચાર મચાવનાર ટૂલ કિટ કેસમાં આજે બેંગ્લોરની એક્ટિવિસ્ટ દિશા રવિને દિલ્હીની કોર્ટે જામીન આપ્યા છે.જોકે સાથે સાથે જામીનની સામે કોર્ટે એક લાખ રુપિયા જમા કરાવવાનો આદેશ પણ આપ્યો છે.

ટૂલકિટ કેસમાં આજે દિલ્હી પોલીસ દ્વારા દિશા રવિ અને આ કિટ તૈયાર કરવામાં સામેલ મનાતા બીજા બે વ્યક્તિઓ નિકિતા જેકોબ અને શાંતનુને આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસે દિશા રવિના રીમાન્ડ વધારવા માટે ગઈકાલે માંગ કરી હતી.એ પછી પોલીસની માંગણી બાદ કોર્ટે એક દિવસ માટે રિમાન્ડ વધાર્યા હતા.આજે આ મુદત પૂરી થયા બાદ પોલીસે દિશા રવિને કોર્ટમાં રજૂ કરી હતી અને કોર્ટે તેના જામીન મંજુર કર્યા હતા અને સાથે સાથે જામીન તરીકે 1 લાખ રુપિયા ભરવાનો આદેશ આપ્યો હતો.

દિલ્હી પોલીસનુ કહેવુ છે કે, દિશાએ તમામ આરોપ શાંતનુ અને નિકિતા પર નાંખી દીધા છે.ઉલ્લેખનીય છે કે, એક્ટિવિસ્ટ દિશા રવિને ખેડૂત આંદોલનને ભડકાવવા માટે ટૂલ કિટ બનાવવાના આરોપમાં દિલ્હી પોલીસે પકડી હતી. પોલીસના મતે કેનેડામાં રહેતા એમ ઓ ધાલીવાલ નામનો વ્યક્તિ ભારતમાં આંદોલન ભડકાવવા માંગતો હતો.

તે સીધી રીતે તેમાં સામેલ થવા નહીં માંગતો હોવાથી તેણે ભારતમાં કેટલાક લોકોનો સહારો લીધો હતો.આંદોલન માટેની ટૂલ કિટમાં ક્યારે કયા પ્રકારે આંદોલન ભડકાવવુ તેનો ઉલ્લેખ હતો અને આ ટૂલ કિટ દિશા રવિએ એડિટ કરી હતી. પોલીસનો આરોપ છે કે, દિશા દ્વારા પૂરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે.

Read Entire Article