જેકલિન ફર્નાન્ડિસની આગામી ફિલ્મ ભૂષણકુમારની એકશન થ્રિલર હશે

6 days ago 1


- આ ફિલ્મના શૂટિંગની યોજના હાલ લંડનમાં કરવાની છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ : જેકલિન ફર્નાન્ડિસ પાસે હાલ એકથી એક ચડિયાતા પ્રોજેક્ટસ છે. તે અક્ષયકુમારની ફિલ્મ રામ સેતુમાં કામ કરી રહી છે. તેમજ રણવીર સિંહ સાથે સર્કસમાં અને સલમાન સાથે કિક- ટુમાં પણ જોવા મળવાની છે. 

હવે તાજા રિપોર્ટના અનુસાર, જેકલિને નિર્માતા ભૂષણ કુમારની ફિલ્મ સાઇન કરી લીધી છે. આ એક એકશન પેક્ડ થ્રિલર ફિલ્મ હોવાની ચર્ચા છે. તેમજ આ ફિલ્મનું નામ દિયા રાખવામાં આવ્યું છું. ફિલ્મનું શૂટિંગ લંડન કરવાની યોજના છે. જેકલિન આ ફિલ્મનું શૂટિંગ જૂન મહિનાથી કરે તેવી શક્યતા છે. 

સૂત્રના અનુસાર, રામ સેતુની શૂટિંગ પછી જેકલિન પોતાની આ આવનારી ફિલ્મની શરૂઆત કરશે. જોકે કોરોનાવાયરસના હાહાકારથી આ ફિલ્મના શૂટિંગની તારીખમાં ફેરફાર થવાની પણ શક્યતા છે. ફિલ્મનું પેચવર્ક મુંબઇમાં કરવામાં આવશે. 

ફિલ્મના નિર્માતાએ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ શરૂ કરી દીધું છે. જોકે આ ફિલ્મના દિગ્દર્શક વિશે હજી કોઇ જાણકારી નથી. 

Read Entire Article