જાણિતા પત્રકાર, લેખિકા ફાતિમા જકારિયાનું નિધન

6 days ago 1

નવી દિલ્હી, પ્રખ્યાત પત્રકાર, લેખિકા ફાતિમા આર જકારિયાનું ૮૫ વર્ષની ઉંમરે અવસાન થયું છે. થોડા દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યાર બાદ ઓરંગાબાદ, મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

કોરોના ગાઈડ લાઈન્સના પાલન સાથે બુધવારે સવારે મૌલાના આઝાદ કેમ્પસમાં તેમના સ્વર્ગીય પતિ ડૉ. રફીક જકારિયાની કબરની બાજુમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ઈસ્લામિક વિદ્વાન સ્વર્ગીય ડૉ. રફીક જકારિયાના પત્ની ફાતિમા જકારિયા વર્તમાનમાં પ્રસિદ્ધ એવી એક પત્રિકાના સંપાદક હતા. છેલ્લા થોડા વર્ષોથી તેઓ ઓરંગાબાદમાં રહીને પ્રતિષ્ઠિત ‘મૌલાના આઝાદ એજ્યુકેશન ટ્રસ્ટ’ (એમએઈટી)નું કામ સંભાળી રહ્યા હતા.

Read Entire Article