ઓટાવા, તા. 23. ફેબ્રુઆરી, 2021 મંગળવાર
કેનેડાના નિચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં ચીનને 10 લાખ ઉઈગુર મુસ્લિમોના નરસહંરા માટે દોષી જાહેર કરવા મતદાન થયુ હતુ.
આશ્ચર્યજનક રીતે આ મતદાનમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને તેમની કેબિનેટના સભ્યો ગેરહાજર રહ્યા હતા.જસ્ટિન ટ્રુડો ચીનથી ડરીને અને ચીનને નારાજ કરવા મના માંગતા હોય તેવુ સ્પષ્ટપણે લાગ્યુ હતુ.
આ એ જ ટ્રુડો છે જે ભારતમાં ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરીને ભારતની આંતરિક બાબતોમાં ચંચુપાત કરી ચુક્યા છે પણ ચીન સામે તેમની બોલતી બંધ હોવાનો વધુ એક પૂરાવો આજે દુનિયાને જોવા મળ્યો હતો.
હાઉસ ઓફ કોમન્સમાં જોકે આ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર થયો હતો.266 સભ્યોએ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો. એક પણ સભ્યે આ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યુ નહોતહુ. આ પ્રસ્તાવમાં 2022ની વિન્ટર ઓલિમ્પિકના આયોજનની સમિતિમાંથી ચીનને હટાવવાનો ઉલ્લેખ કરાય છે.
કેનેડામાં સંસદના નીચલા ગૃહમાં વિપક્ષોની સંખ્યા વધારે છે. વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ટુલે કહ્યુ હતુ કે, આ મતદાન થકી ચીનને આકરો સંદેશ આપવો જરુરી હતો.