કાર્તિક આર્યન આગામી ફિલ્મમાં ક્રિકેટરના રોલમાં જોવા મળશે

1 week ago 1


- આ ફિલ્મ કોઇ બાયોપિક નહીં પણ ક્રિકેટની રમત પર આધારિત હશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૭

કાર્તિક આર્યને ઝડપથી જ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તેની પાસે ઘણા પ્રોજેક્ટસ છે જેમાં એકનો વધારો થયો છે. 

મળેલી વાતને સાચી માનીએ તો, કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ક્રિકેટ રમત પર આધારિત હશે. જેમાં અભિનેતા ક્રિકેટ રમતો જોવા મળશે. જોકે આ ફિલ્મ કોઇ ક્રિકેટરની બાયોપિક નહીં હોય. ફિલ્મના નિર્માતા કરણ જોહર હશે તેમજ ડાયરેકટર શરણ શર્મા હશે. કાર્તિક અને શરણ છેલ્લા થોડા મહિનાઓથી મુલાકાતો અને વાતચીત કરી રહ્યા હતા. હવે બન્ને આ ફિલ્મ માટે સાથે કામ કરવા તૈયાર થયા છે. 

ફિલ્મનું શૂટિંગ આ વરસના અંત સુધી શરૂ કરવાની યોજના છે. ફિલ્મ સર્જક અભિનેત્રીના રોલ માટે ટોચની એક અભિનેત્રી સાથે વાતચીત કરી રહ્યો છે. અભિનેત્રીને ફિલ્મની વાર્તા પસંદ આવી છે. કાર્તિક ફિલ્મને લગતા પેપર્સ સાઇન કરે પછી તરત જ તેને ક્રિકેટરની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવશે. 

Read Entire Article