કંગના મનાલીમાં કેફે, રેસ્ટોરન્ટ શરૂ કરશે

1 week ago 2

મનાલી (હિમાચલ પ્રદેશ): બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતે હોટેલ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. એ તેનાં વતન મનાલીમાં એક કેફે અને રેસ્ટોરન્ટ શરૂ કરવાની છે. આ કેફે જ્યાં બંધાવાની છે તે લોકેશનની તસવીરો એણે સોશિયલ મિડિયા પર શેર કરી છે. કંગનાએ તેની કેપ્શનમાં લખ્યું છે કે આ સાથે હું મારાં નવા સાહસનું સપનું તમારી સાથે શેર કરું છું. એને લીધે આપણે વધારે નજીક આવીશું. ફિલ્મો ઉપરાંત મારું બીજું મનપસંદ ક્ષેત્ર છે ખાન-પાન. હું ફૂડ અને બેવરેજીસ ઉદ્યોગમાં પાપાપગલી માંડી રહી છું. મનાલીમાં મારી પહેલી કેફે અને રેસ્ટોરન્ટ બંધાવી રહી છું. મારી ટીમનો પણ આ માટે ખૂબ ખૂબ આભાર.

કંગનાએ હાલમાં જ તેની આગામી નવી ફિલ્મ સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ ભોપાલમાં પૂરું કરી લીધું છે.

Read Entire Article