ઉર્વર્શી રતૌલાએ રૂપિયા દસ કરોડ મહેનતાણું લઇને તમિલ ફિલ્મ સાઇન કરી

1 week ago 1


- બોલીવૂડની અભિનેત્રીઓને પણ આટલી અધધધ  ફી મળતી નથી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. ૭

ઉર્વશી રતૌલા હાલ ચર્ચામાં છે.તે બોલીવૂડની ફિલ્મોમાં ઝાઝી જોવા મળતી નથી પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં રહે છે. તેણે બોલીવૂડની અત્યાર સુધીની ફિલ્મો સાઇન કરવામાં ખોટા નિર્ણય લીધા હોવાથી તે આજે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી શકી નથી. પરંતુ હવે લાગે છે કે, અભિનેત્રી  નજીકના ભવિષ્યમાં બોલીવૂડના માંધાતાઓની માનીતી બની જશે. 

હાલ ઉર્વશીને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તક મળી છે. હાલમાં જ તેણે એક તમિલ ફિલ્મ સાઇન કરી છે. જેના માટે તેણે રૂપિયા દસ કરોડ મહેનતાણું લીધું છે. ઉર્વશીએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે એક માઇક્રોબાયોલોજિસ્ટના રોલમાં જોવા મળવાની છે. 

ઉર્વશી આ ઉપરાંત એક તેલુગુ ફિલ્મ પણ કરવાની છે. 

ઉર્વશી સાઉથની ફિલ્મમાં પોતાનું સ્થાન જમાવાના પ્રયાસ કરી રહી છે. આ પછી તેનું ભાગ્ય ફરી તેને બોલીવૂડમાં લઇ આવે તેવી તેના પ્રશંસકોને આશા છે. 

Read Entire Article