આદિવાસી હિન્દુ નથી તેવા હેમંત સોરેનના નિવેદનનો VHPએ કર્યો વિરોધ, આપ્યો આવો જવાબ

1 week ago 2


નવી દિલ્હી, તા. 23. ફેબ્રુઆરી, 2021 મંગળવાર

આદિવાસીઓ હિન્દુ નથી તેવુ નિવેદન આપીને વિવાદ છેડનારા ઝારખંડના સીએમ હેમંત સોરેનને વિશ્વ હિન્દુ પરિષદે વળતો જવાબ આપ્યો છે.

વીએચપીએ કહ્યુ છે કે, સોરેનનુ નિવેદન વનવાસી સમાજની આસ્થા અને વિશ્વાસ પર પ્રહાર સમાન છે અને આ પ્રકારના બેજવાબદાર નિવેદનની અમે નિંદા કરીએ છે.એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં વીએચપી આગેવાન મિલિંદ પરાંડેએ કહ્યુ હતુ કે, હેમંત સોરેન વનવાસી સમાજને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.તેમનુ નિવેદન દેશભક્ત એવા વનવાસી સમાજની આસ્થા પર પ્રહાર સમાન છે.એવુ લાગે છે કે ,સોરેને દેશ તથા ધર્મ માટે યોગદાન આપનારા વનવાસી સમાજના મહાપુરુષોના યોગદાનની સદતંર ઉપેક્ષા કરીને ઈસાઈ મિશનરી તેમજ નકસલવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનુ કામ કર્યુ છે.જોકે તેમને સફળ થવા દેવામાં નહીં આવે.

તેમણે કહ્યુ હતુ કે, વનવાસી સમાજ સૈકાઓથી ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે બૂમિકા ભજવી રહ્યા છે.રામાયણ કાળમાં શબરીનુ અને રાજસ્થાનમાં મહારાણા પ્રતાપને મોગલો સામે લડવા માટે સમર્થન આપનારા રાણા પૂંજા ભીલનુ ઉદાહરણ મોજુદ છે.ઝારખંડમાં તો બિરસા મુંડાએ ખ્રિસ્તી મિશનરીઓનો ધર્માંતરણનો ભારે વિરોધ કર્યો હતો.રામ મંદિર નિર્માણ માટે ઝારખંડના આદિવાસી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Read Entire Article