અમેરિકામાં એકાઉન્ટીંગના ક્ષેત્રે સંકળાયેલા લોકોની મોટા પ્રમાણમાં માંગ

5 days ago 1

યુ.એસ. ટેક્ષ અને એકાઉન્ટીંગ ક્ષેત્રના અનુભવી એવા વિવેક શાહની આગેવાની તેમજ માર્ગદર્શન હેઠળ શરુ થનારી ફોનિક્સ ઇન્સ્ટિટ્યુટમાં યુ.એસ. સી.પી.એ. રીવ્યુ, ઇ.એ. (એનરોલ્ડ એજન્ટ)તથા વ્યવસાય લક્ષી યુ.એસ. ટેક્ષ એન્ડ એકાઉન્ટીંગ પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ કોર્ષજેવી તાલીમ આપવામાં આવશે.

અમદાવાદ, ફોનિક્સ ઇન્સ્ટિટ્યુટ – અર્થવ્યવ્સથા ની પ્રગતિના પગલે, પોતના સ્થાનિક ટેક્ષ, એકાઉન્ટીંગ, ઓડિટ વગેરે કાર્ય માટે  વૈશ્વિક સી.પ.એ. અને એકાઉન્ટીંગ કંપનીઓ ભારત ની પસંદગી કરી રહ્યું છે. બિગ ફોરતેમજ અન્ય અગ્રણી યુ.એસ. ટેક્ષઅને એકાઉન્ટીંગ કંપનીઓ એ આ દિશામાં લગભગ છેલ્લા એક દશકથી કાર્યરત છે. જેથી યુ.એસ. ટેક્ષ અને એકાઉન્ટીંગ ના ક્ષેત્રે સંકળાયેલા લોકોની ખુબ જ મોટા પ્રમાણમાં માંગ ઉભી થઇ છે.

યુ.એસ. ટેક્ષઅને એકાઉન્ટીંગ ક્ષેત્રે આ ક્ષેત્રનાં જાણકાર વ્યવસાયિકોની માંગ સામે અછત વચ્ચેના તફાવતને ઓછો કરવાના ઉદ્દેશ સાથે ફોનિક્સદ્વારાવિવિધ અભ્યાસક્રમો જેવા કે સી.પી.એ. રીવ્યુ પ્રિપેરેશન, ઇ.એ. (એનરોલ્ડ એજન્ટ) એક્ઝામ પ્રિપેરેશન કોર્ષઅને યુ.એસ. ટેક્ષઅને એકાઉન્ટીંગની પ્રેક્ટિકલ ટ્રેઇનિંગમાટે એક વિશેષ અભ્યાસક્રમ પુરો પાડવામાં આવનાર છે.

આ ઉપરાંત ફોનિક્સ દ્વારા સી.પી.એ. રીવ્યુ કોર્ષ ક્ષેત્રે #1 રેટીંગ પામેલ સર્જન્ટસાથે સત્તાવાર ભાગીદારી કરેલ છે. સર્જન્ટ દ્વારા નિર્મિત સી.પી.એ. કોર્ષ અદ્યતન ટેક્નોલોજી આધારીત હોઇ સી.પી.એ. એક્ઝામના વિદ્યાર્થીઓ તૈયારીનું ભારણ ઘટાડે છે તેમજ આ પરીક્ષા પાસ કરવામાં લાગતો સમય ઘટાડે છે.

આ સંસ્થાના સહસ્થાપક શ્રી વિવેક શાહ 2002 થી આ ક્ષેત્રે કાર્યરત છે તેમજ આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. શ્રી વિવેક શાહ ફ્લોરિડા સ્થિત, રાજ્ય માં પ્રથમ ક્રમાંક તેમજ અમેરીકામાં સહુથી મોટી 50 ઇન્ડિપેન્ડેન્ટ સી.પી.એ. એકાઇન્ટીંગ ફર્મમાં ગણના થતી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર 10 થી વધારે વર્ષોની સેવા આપેલ છે.

“હું ફોનિક્સનું નેતૃત્વ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવુ છે. ફોનિક્સમાં અમે વ્યવસાય લક્ષી તાલીમ અને અભ્યાક્રમ દ્વારા વિદ્યાર્થી ને યુ.એસ. ટેક્ષઅને એકાઉન્ટીંગ નાં ક્ષેત્રે સફળ થવા જરૂરી વિશેષજ્ઞતા નાં સ્તર સુધીનું જ્ઞાન આપવામાં આવશે.” એમ વિવેક શાહે જણાવ્યું“સર્જન્ટસાથે ની અમારી સંસ્થાની ભાગીદારી અમારા વિદ્યાર્થીઓને અન્ય પ્રયત્નો ની સરખામણીમાં સી.પી.એ. રીવ્યુ અને ઇ.એ. (એનરોલ્ડ એજન્ટ) એક્ઝામની અસરકારક તૈયારી તેમજ સરખામણીએ ઓછા સમયમાં પાસ કરવમાં મદદરૂપ થશે.”

બિગ ફોર તેમજ અન્ય મોટા ગજા ની સી.પી.એ. અને એકાઉન્ટીંગ કંપની દ્વારા તેમના .એસ. ટેક્ષઅને એકાઉન્ટીંગ ફંકશન નું કાર્ય સંચાલન ભારમાં સફળતાપૂર્વક થતું જોઇ બીજી ઘણી કંપની છેલ્લા થોડા વર્ષોમાં ભારત ના વિવધ શહેરોમાં પોતાની ઓફીસ ની સ્થાપના કરવામાં આવેલ છે. પરિણામે યુ.એસ. ટેક્ષઅને એકાઉન્ટીંગક્ષેત્રે સી.પી.એ., ઇ.એ. તેમજ યુ.એસ. ટેક્ષઅને એકાઉન્ટીંગ ની તાલિમ પામેલા વ્યવસાયિકોની ખૂબજ વિપુલ પ્રમાણમાં જરુરીયાત ઉભી થઇ છે.

“અમારા વિદ્યાર્થીઓ તેમજ તેમને નોકરી ની તકો પુરી પાડનારી અમારી સહયોગી સંસ્થાઓની સફળતા એજ અમારી સંસ્થાની સફળતા છે”તેમ આ સંસ્થાના લીડ ઇન્સટ્રક્ટર શ્રી હર્ષીલ ત્રિવેદી એ જણાવ્યું “આ માટે અમારી સંસ્થા દ્વારા યુ.એસ. ટેક્ષ અને એકાઉન્ટીંગનો એક અજોડ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ નું આયોજન કરેલ છે. આ અભ્યાસક્રમમાં જોડાનાર વિદ્યાર્થીઓને જ્ઞાન ઉપરાંત કંપનીઓમાં તાલીમ તેમજ આ ક્ષેત્રનાં અનુભવી વિશેષજ્ઞો દ્વારા સમયાંતરે તેમની પ્રગતિનું મૂલ્યાંકન તેમજ માર્ગદર્શન આપવાની વ્યવસ્થા છે. ”

Read Entire Article