અભિનેત્રી અદા શર્માએ પાંચ તેલુગુ ફિલ્મ સાઇન કરી

1 month ago 2

મુંબઇ: અદા શર્માએ જાહેરાત કરી છે કે તેણે પાંચ તેલુગુ ફિલ્મો સાઇન કરી છે. ૨૦૧૬માં રિલીઝ થયેલી તેલુગુ થ્રિલર ફિલ્મ ‘ક્ષણમ’ને પાંચ વર્ષ થયાં છે. એને જાેતાં એ ફિલ્મની થોડી ઝલક અદાએ શૅર કરી હતી.

આ ફિલ્મમાં તેની સાથે અદિવી સેશ લીડ રોલમાં હતો. આ ફિલ્મની કેટલીક ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અદાએ કૅપ્શન આપી હતી કે ‘મારી ફિલ્મ ‘ક્ષણમ’ને પાંચ વર્ષ થતાં હું જણાવવા માગું છું કે મેં પાંચ તેલુગુ ફિલ્મો સાઇન કરી છે.

મેં જ્યારે કોઈ પણ ભાષામાં કંઈ પણ નવું કરવાનો પ્રયાસ કર્યો છે તમે લોકોએ મને ખૂબ પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. હું હવે જે ફિલ્મો કરવાની છું એવી ફિલ્મો મેં અગાઉ કદી પણ નથી કરી.’

Read Entire Article