અદાણીએ CNG-રાંધણગેસ PNGના ભાવમાં ઘટાડો કર્યો

4 months ago 24


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 9 ઓક્ટોબર, 2020, શુક્રવાર

અમદાવાદ અને વડોદરા વિસ્તારમાં મોટર અને રિક્ષામાં ઉપયોગમાં લેવામાં આવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂા. 1.31નો અને અમદાવાદ અને વડોદરાના ઘરોના રસોડામાં વપરાતા પાઈપ્ડ નેચરલ ગેસ-પીએનજીના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ રૂા. 1.00નો  આજથી અમલમાં આવે તે રીતે ઘટાડો કરવાની અદાણી ગેસ લિમિટેડે ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

સીએનજીના દરમાં ઘટાડો કરવાને પરિણામે 4.5 લાખથી વધુ પીએનજી વપરાશકારોને લાભ થશે.  અમદાવાદ અને વડોદરામાં સીએનજીના અત્યારના ભાવ રૂા. 53.17 છે તે ઘટાડીને 51.86 કરવામાં આવ્યા છે. આમ તેમાં રૂા. 1.31નો કિલોદીઠ ઘટાડો કરવામાં આવ્યો છે.

જોકે અમદાવાદ અને વડોદરામાં સાડાચાર લાખથી વધુ લોકોના રસોડામાં અપાતા પીએનજી ગેસના સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરદીઠ ભાવ રૂા. 29.09થી ઘટાડીને 28.09 કરવાનો નિર્ણય કર્યો છે. આમ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના ભાવમાં રૂા.1નો ઘટાડો કરવામાં આવ્યો છે. 

ખેડા, સુરેન્દ્રનગર, બરવાળા અને નવસારીના જે વિસ્તારમાં અદાણીને સીએનજી પૂરો પાડવાની જવાબદારી સોંપવામાં તે વિસ્તારમાં સીએનજીના કિલોદીઠ ભાવ રૂા. રૂા. 52.70થી ઘટાડીને રૂા. 51.70 કરી દેવામાં આવ્યા છે.

પેટ્રોલ અને ડિઝલનો વપરાશ કરનારાઓને તેના ભાવને કારણે વાહન ચલાવવામાં કરવા પડી રહેલા ખર્ચની તુલનાએ ઘટાડેલા ભાવને કારણે તેમને કરવા પડતા ખર્ચમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ જશે. તેને પરિણામે વાહનચાલકો તેમના વાહનોને સીએનજીથી ચાલતા વાહનોમાં રૂપાંતરિત કરાવવાનું વધારેશે.

તેનાથી વાતાવરણમાં છૂટતા કાર્બનના પ્રમાણમાં પણ ઘટાડો થશે.અદાણીના પીએનજીના અંદાજે 4.5 લાખ કન્ઝ્યુમર્સ છે. તેની સામે ગુજરાતના જુદાં જુદાં વિસ્તારમાં આવેલા 134 જેટલા સીએનજી સ્ટેશનના માધ્યમથી સીએનજીથી ચાલતા લાખો વાહનોને સીએનજી પૂરો પાડવાની કામગીરી કરે છે.

અદાણી ગેસે ગુજરાતની બહાર ઉત્તર પ્રદેશના વિસ્તારમાં સીએનજીના કિલોદીઠ ભાવમાં રૂા. 1.75નો, મહેન્દ્રગઢમાં કિલોદીઠ રૂા.1.70નો, ફરિદાબાદ અને પાલવાલમાં કિલોદીઠ ભાવમાં રૂા. 1.60નો ઘટાડો કર્યો છે. તેવી જ રીતે ફરિદાબાદ, પાલવાલ અને ખર્જામાં રસોડામાં પીએનજી વાપરતા ગ્રાહકોને માટેના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવમાં રૂા. 1.11નો ઘટાડો કરી આપ્યો છે.

Read Entire Article